વાંકાનેરની શ્રીમતિ એલ.કે. સંઘવી હાઈસ્કુલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
હળવદ: તાલુકાકક્ષાના કલા ઉત્સવ 2024-25ની ઉજવણી કરાઈ
SHARE
હળવદ: તાલુકાકક્ષાના કલા ઉત્સવ 2024-25ની ઉજવણી કરાઈ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન હળવદ દ્વારા બી.આર.સી. ભવન ખાતે તાલુકાકક્ષાના કલાઉત્સવ 2024-25ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગરવી ગુજરાત થીમ હેઠળ ચિત્ર, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન એમ અલગ અલગ ચાર વિભાગમાં હળવદની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી 40 જેટલા બાળ કલાકારોએ ભાગ લઈને પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ બધા જ બાળ કલાકારો તેમજ નિર્ણાયકોને રોકડ પુરષ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયેટમાંથી વિજયભાઈ સુરેલીયા, ડૉ. હમીરભાઇ કાતડ, કે.નિ. સુનિલભાઈ મકવાણા તેમજ તાલુકાના વિવિધ પ્રાથમિકશિક્ષક સંઘોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હળવદ બી.આર.સી.કો. ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.