મોરબીમાં 14 હોટેલ-10 સ્પા માં પોલીસ દ્વારા ચેકીંગ, 11 સામે કાર્યવાહી
મોરબીમાં હથિયારના ગુનામાં પકડાયેલ આરોપીની ગાડીમાં લગાવેલ નંબર પ્લેટ ફેક !: હવે આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ
SHARE
મોરબીમાં હથિયારના ગુનામાં પકડાયેલ આરોપીની ગાડીમાં લગાવેલ નંબર પ્લેટ ફેક !: હવે આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ
મોરબીના સનાળા ગામ પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો જે બનાવ બાદ વધુ બે ગુના પણ જે તે સમયે નોંધાયા હતા અને આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીમાંથી એક આરોપીની હાલમાં આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સ પાસેથી જે ગાડીને કબજે લેવામાં આવેલ હતી તે ગાડીમાં જે નંબર પ્લેટ હતી તે નંબર પ્લેટ પણ ફેક હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામ પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં મિસ ફાયરનો એક બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને જે તે સમયે ઇજા પામેલ યુવાન તથા હથિયાર આપનાર આમ બે શખ્સોની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ સંદર્ભે હોટલના સંચાલક સહિત બે વ્યક્તિઓની સામે જુદા જુદા બે ગુના નોંધવામાં આવ્યા હતા અને તે બંને શખસોના વાહનોમાંથી છરી, ધારિયુ અને બેઝબોલ જેવા હથિયાર મળી આવ્યા હતા અને આ ગુનામાં અગાઉ પકડાયેલ મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભૂંભારિયા જાતે રબારી હાલમાં જેલમાં હોય જેલમાંથી પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને આર્મ્સ એક્ટના ગુનામાં તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોહનભાઈ ભૂંભારિયાની જે ફોર્ચ્યુનર ગાડી કબ્જે લીધી હતી તે ગાડીમાં જે નંબર પ્લેટ લગાવવામાં આવી હતી તે નંબર પ્લેટ પણ ફેક હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે અત્યાર સુધીમાં હોથલ હોટલના ગ્રાઉન્ડમાં બનેલા બનાવ સંદર્ભે જે ગુના નોંધાયેલા છે તેમાં ભાર્ગવ પલ્લભભાઈ રાવલ, મહિપતસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, પૃથ્વીસિંહ ઝાલા, રવિભાઈ ખટાણા અને મોહન ઉર્ફે શિવમ ભૂંભારિયાની મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરવામાં આવી છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના સાવડી અને વીરપર ગામ વચ્ચેથી પરાપીપળીયા ખાતે રહેતા પ્રવીણભાઈ જયસુખભાઈ પરમાર (38) નામનો યુવાન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થતા તેને ઈજા થઇ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ બાદ ટંકારા તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન પાર્ક-3 માં રહેતા કિશનભાઇ મુળુભાઇ ડાંગર (31) નામનો યુવાન એક્ટિવા લઈને મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ બેંક નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.