મોરબી: માતાના મઢ દર્શને ડબલ સવારી બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત: મહિલાને બંને હાથમાં ફ્રેકચર
મોરબીમાં 14 હોટેલ-10 સ્પા માં પોલીસ દ્વારા ચેકીંગ, 11 સામે કાર્યવાહી
SHARE
મોરબીમાં 14 હોટેલ-10 સ્પા માં પોલીસ દ્વારા ચેકીંગ, 11 સામે કાર્યવાહી
આગમી તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેવામાં એ ડિવિઝન પોલીસે નિયમોનો ભંગ કરનાર 4 હોટલના સંચાલક અને 7 સ્પા વાળાની સામે કાર્યવાહી કરેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે નવરાત્રી અને દિવાળીને ધ્યાને રાખીને ચેકિંગ હાથ ધાર્યું હતું અને મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં આવેલ 14 હોટલ અને 10 સ્પામાં ચેકીંગ કર્યું હતું અને નિયમોનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં 4 હોટેલ અને 7 સ્પા ના સંચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જાહેરનામાના ભંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા પાસેથી જાણવા મળેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મયુર છગનભાઈ સોલંકી (24) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
યુવતી સારવારમાં
મોરબી તાલુકાના ધુળકોટ ગામે વાડી વિસ્તારમાં સોનલબેન માનસંગભાઈ (17) નામની યુવતીને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી