હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં 3 સ્પા અને 1 હોટલના સંચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી


SHARE









મોરબી શહેર-તાલુકામાં 3 સ્પા અને 1 હોટલના સંચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી

મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસની હદમાં સ્પા અને હોટલ ચેક કરવામાં આવી હતી ત્યારે ત્રણ સ્પા અને એક હોટલના સંચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલ સ્પા અને હોટલની અંદર જાહેરનામાની અમલવરી થાય છે કે કેમ તે ચેક કરવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનારા સાત સ્પા તથા ચાર હોટલ વાળાની સામે ગુના નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેવામાં હવે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ ચેમ્બરમાં આવેલ ભૂરા હોટલમાં આવેલા મસાજ પાર્લરમાં બહારના રાજ્યના માણસો કામ કરતા હતા અને તેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી ત્યાંના સંચાલક હિતેશકુમાર વિનોદભાઈ ભદ્રેચા જાતે દરજી (43) રહે. ટિંબડી પાટિયા પાસે ગણેશનગર સોસાયટી મોરબી વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી જ રીતે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ જીયાન પ્લાઝામાં કામા સ્પા આવેલ છે અને ત્યાં કામ કરતા બહારના રાજ્યના કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કરીને તેના સંચાલક ભાવેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (25) રહે. સોઓરડી ચામુંડાનગર મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે

મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક આવેલ કેનાલ રોડ ઉપર ગ્રેવિટી સ્પામાં બહારના માણસો કામ કરતા હતા અને તે માણસોની માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી ન હતી જેથી કરીને જાહેરનામા ભંગનો ગુનો સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ જાતે સતવારા (40) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળા સામે  નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ કૃષ્ણ કુંજ હોટલમાં આવતા જતા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી ન હતી જેથી કરીને ત્યાંના સંચાલક રાકેશભાઈ ઘનશ્યામભાઈ ચૌધરી જાતે જાટ (30) રહે. કૃષ્ણ કુંજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ભરતનગર ગામ મોરબી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પકડાયો
થાન પોલીસ સ્ટેશન ખાતે યુવતી ગુમ થઈ હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં કિશોરભાઈ બાલાસરાની વાડીએથી ભોગ બનનાર યુવતી સાથે આરોપી જશવંત જેરામ વાઢીયા (22) રહે. ઈશ્વરીયા તાલુકો સાયલા સુરેન્દ્રનગર વાળો મળી આવેલ હતો જેને પોલીસ હસ્તગત કરીને લઈ ગયેલ છે.  




Latest News