વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ  ક્લબ દ્વારા ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન સાથે વેલકમ નવરાત્રિ યોજાઇ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ  ક્લબ દ્વારા ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન સાથે વેલકમ નવરાત્રિ યોજાઇ

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ  ક્લબ દ્વારા અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવે છે તેવામાં નાના મોટા સહુ કોઈનો મન ગમતો તહેવાર એટ્લે નવરાત્રિ. આ તહેવારની સહુ કોઈ રાહ જોતાં હોય છે અને આજથી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે ત્યારે મોરબી ઇન્ડિયન લાયોનેસ  ક્લબ દ્વારા મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ માં ગરબી મંડળના મેદાનમાં બહેનો માટે ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન સાથે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાંથી કુલ મળીને 130 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો અને નવરાત્રિ પહેલા જે નવા સ્ટેપ ખેલૈયાઓ શીખ્યા હતા તેને લોકો તેમજ જજની સમક્ષ રજૂ કર્યા હતા અને આ ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન તેમજ વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓ ધૂમ મચાવી દીધી હતી. આ તકે મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શોભનાબા ઝાલા (નેશનલ જોઈન્ટ સેક્રેટરી), પત્રકાર જિજ્ઞેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, હરનીશભાઈ જોશી અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, વાઈસ પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયા, પુનમબેન હીરાણી, કામિની સિંગ, પ્રીતિબેન દેસાઈ, મનિષાબેન ગણાત્રા અને પાયલબેન આસારમ, હીનાબેન પંડ્યા, કોમલબેન આચાર્ય અને સુનિતાબેન દોશી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News