મોરબીના લાયન્સનગરમાં રહેતા શખ્સનાં ઘરમાંથી 10 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
ટંકારાના છતર પાસેથી 25 હજાર બોટલથી વધુ દારૂ ભરેલ ગોડાઉન ઝડપાવાના ગુનામાં બે શખ્સની ધરપકડ
SHARE
ટંકારાના છતર પાસેથી 25 હજાર બોટલથી વધુ દારૂ ભરેલ ગોડાઉન ઝડપાવાના ગુનામાં બે શખ્સની ધરપકડ
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો અને તે ગોડાઉનના માલિક દ્વારા ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ ન હતા અને ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ ન હતો જેથી ગોડાઉનના માલિક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બે શખ્સની ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં પ્લોટ નંબર 123 માં આવેલ સત્યમ પોલીમર્સ ગોડાઉનમાં થોડા દિવસો પહેલા ટંકારા તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર ગોડાઉનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 25,056 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 28,05,120 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે જે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગોડાઉનના કબજેદાર સામે જે તે સમયે ગુનો નોંધવામાં આવલે હતો અને ગોડાઉનના માલિક દ્વારા ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા અને ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ ન હતો જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કર્યો હોવાથી પોલીસે હાલમાં ગોડાઉન વાળા દિનેશભાઈ ભગવાનજીભાઈ ગોસરા અને પ્રદીપકુમાર ગોવિંદભાઈ ચંડાટની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે અને બંને આરોપી દિનેશભાઈ ભગવાનજીભાઈ ગોસરા જાતે પટેલ (38) રહે ઇન્દ્રપ્રસ્થ-1 મોરબી રોડ રાજકોટ તથા પ્રદીપકુમાર ગોવિંદભાઈ ચંડાટ જાતે પટેલ (34) રહે. શ્રીજી બંગલો એ-3 50 ફૂટ મામા સાહેબ રોડ ડી-માર્ટ પાસે રાજકોટ વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ મઢુલી હોટલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં રહેતા મહેશભાઈ વિજયભાઈ સરડવા (25) નામના યુવાનને ઇજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે રહેતા ગુરજીતસિંગ જોગિન્દરસિંગ (40) નામનો યુવાન હરીપર ગામના પાટીયા પાસેથી બસમાં ચડતા સમયે પડી ગયો હતો જેથી કરીને તેને ઈજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.