મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે


SHARE













મોરબીમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન)- ૨૦૨૧, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- ૨૦૨૨ અને સુધારા નિયમો- ૨૦૨૪ અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ- ૨ ની કલમ- ૬ મુજબ ફરજીયાતપણે પૂર્ણ કરાવવાનું રહે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

જે પોર્ટલ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારને આ કાયદા હેઠળ આવરી લેવાયેલ હોવાથી જિલ્લાની તમામ ચિકિત્સા પદ્ધતિનિ સંસ્થાઓ જેમ કે એલોપથી, આયુર્વેદિક, યુનાની, નેચરોપથી, યોગા અને સિધ્ધા હેઠળના તમામ ક્લીનીક, હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમડીસ્પેન્સરી, લેબોરેટરી, એમેઝીંગ સેન્ટર, દવાખાના, સેનેટોરિયમ વગેરે કે જેઑ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટની વ્યાખ્યામાં આવતા હોય, તો તેવા તમામ એકમોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા અંગે જણાવવામાં આવે છે.

આ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા વિના આવું ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ ચલાવવું કે તબીબી સારવાર કરવી તે આ કાયદા મુજબ ગુન્હો બને છે. આ રજીસ્ટ્રેશન  મેળવવાના માટેના જરૂરી સાધનિક કાગળો અને લાગુ પડતી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ અંગે વિગતવાર માહિતી ઉપરોક્ત વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે. આ અંગે રજીસ્ટ્રેશન આગામી તા. ૩૧/૧૦ સુધીમાં મોરબી જિલ્લાની તમામ ચિકિત્સા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને રજીસ્ટરીંગ ઓથોરીટી ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News