કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા મોરબીમાં રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. વધુમાં માહિતી આપતા સંસ્થાના પ્રમુખ જયેશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, આ વખતના સરસ્વતી સન્માન સમારોહમાં 270 થી વધુ વિદ્યાર્થીઓના ફોર્મ આવ્યા હતા અને તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વિતિય નંબર મેળવનાર 115 થી પણ વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. અને આ તકે મોટી સંખ્યામાં સમાજના ભાઈ અને બહેનો હાજર રહ્યા હતા તેવી માહિતી શ્રી રઘુવંશી યુવક મંડળમાં પ્રમુખ જયેશભાઇ સી. કોટેચા અને પ્રો. ચેરમેન વીરેનભાઈ એચ. પુજારાએ આપેલ છે.






Latest News