મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારાના હીરાપર ગામ નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો યુવાને પોતાના ઘરેથી બે દિવસ પહેલાં નીકળી ગયો હતો અને ત્યારબાદ તે સરાયા ગામ પાસે આવેલ ખેતરના કૂવામાં ભરેલા પાણીમાં કોઈપણ કારણસર પડી જતા તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતુ ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવવા અંગેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ નવસારી જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસે આવેલ યુનિક પોલી પ્લાસ્ટ કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ધનસુખભાઈ નાયક (28) નામનો યુવાન ગત તારીખ 23/7 ના રોજ સવારે પોતાના ઘરેથી નીકળી ગયો હતો ત્યારબાદ અકસ્માતે તે સરાયા ગામના બસ સ્ટેશન પાસે અરવિંદભાઈ ભીમજીભાઈ ઢેઢીના ખેતરની અંદર આવેલ પાણી ભરેલા કુવામાં કોઇપણ કારણોસર પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકન પરિવારજન મીનાબેન કિશોરભાઈ પરમાર (35) રહે હાલ યુનિક પોલી પ્લાસ્ટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં હીરાપર ટંકારાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્મત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
#morbi #મોરબી




Latest News