મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત !


SHARE







મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬  જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત !

મોરબી જિલ્લાના માળિયા મિયાણા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછતને કારણે આરોગ્ય સેવાઓ કથળી રહી છે.હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓ અને તેમના સ્વજનોએ યોગ્ય સારવાર ન મળતી હોવાની અને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત થયેલ સત્તાવાર માહિતી (પત્રક) મુજબ, અહીં સ્ટાફની સ્થિતિ અત્યંત ગંભીર છે.કુલ ૪૬ મંજૂર થયેલી જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત છે.જ્યારે ૧૯ જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે.તજજ્ઞ વર્ગ-૧ ની ૫ જગ્યાઓ સામે માત્ર ૨ જ ભરાયેલી છે.તેમજ અધિક્ષક વર્ગ-૧, દંત સર્જન અને તબીબી અધિકારીની જગ્યાઓ પણ ખાલી છે.હેડ નર્સ અને સ્ટાફ નર્સની જગ્યાઓ પણ ખાલી હોવાને કારણે દર્દીઓની દેખરેખમાં મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.ડ્રાઈવર, વોર્ડ સર્વન્ટ, વોર્ડ આયા અને સ્વીપર જેવી મહત્વની જગ્યાઓ પણ ખાલી હોવાથી હોસ્પિટલની સ્વચ્છતા અને સંચાલન ઉપર સીધી અસર પડી રહી છે.

હોસ્પિટલમાં સ્ટાફના અભાવે દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે.દર્દીઓ સારવાર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવુ પડે છે અને પૂરતી વ્યવસ્થાના અભાવે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.હોસ્પિટલના કોરિડોરમાં દર્દીઓની કતારોએ વાતની સાક્ષી પૂરે છે કે ઓછો સ્ટાફ વધતા દર્દીઓનો ભાર ઉઠાવવામાં અસમર્થ છે.આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવા છતાં, તંત્ર દ્વારા ભરતી પ્રક્રિયા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ગંભીરતા દાખવવામાં ન આવતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર દ્વારા વહેલી તકે ખાલી જગ્યાઓ ભરવામાં આવે જેથી ગરીબ દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહેશે.






Latest News