મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી


SHARE



















વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી

વાંકાનેરના જુના વઘાસિયા ગામે બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ગણતરીની કલાકો માટે બંધ રહેલા મકાનનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1.71 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક આવેલ જુના વઘાસીયા ગામે રહેતા ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા. 4/8 ના સાંજના સાત વાગ્યાથી બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેઓના ઘરની ઓસરીના દરવાજામાં લગાવેલ તાળાંને તોડી નાખ્યુ હતું અને ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખવામાં આવેલ સોનાના બે ચેન, સોનાનો એક કાપ, સોનાની એક વીટી, સોનાના બે દાણા, સોનાની બે કડી, ચાંદીના છ નંગ સાંકડા તથા રોકડા 1,35,000 આમ કુલ મળીને 1,71,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News