મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ


SHARE



















વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

વાકાનેરમાં જકાતનાકા પાસેથી રોંગ સાઈડમાં ડબલ સવારી એકટીવા જઈ રહ્યું હતું જેને ટ્રાફિક શાખાના હેડ કોસ્ટેબલ દ્વારા રોંગ સાઈડમાં જવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને ડબલ સવારી એક્ટિવા લઈને બંને શખ્સો પોલીસ ચોકી પાસે આવ્યા હતા અને ત્યાં હેડ કોન્સ્ટેબલને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી હેડ કોન્સ્ટેબલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારીએ હાલમાં એકટીવા નંબર જીજે 23 ઇએલ 7 ના ચાલક તથા સતુભા ઝાલા રહે. બને વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે રોડ ઉપર તેઓ તથા અન્ય પોલીસ કર્મચારી ટ્રાફિકની ફરજ ઉપર હતા ત્યારે આરોપીને રોંગ સાઈડમાં તેનું ડબલ સવારી એક્ટિવા લઈને જવાની ના પડી હતી જેથી આરોપીઓ ફરિયાદી પાસે પોલીસ ચોકીએ આવ્યા હતા અને ત્યાં એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલા સતુભા ઝાલાએ ફરિયાદીને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસ હેડ કોન્સ્ટેબલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાંથી બાઈકની ચોરી

હળવદના પાંડાતીર્થ ગામે રહેતા પ્રવીણભાઈ રતુભાઈ જીંજવાડિયા (42)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓએ હળવદની બજારમાં આવેલ ભવાની મેડિકલ સામે ફોન વાલા મોબાઇલ દુકાન પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 બીએ 4906 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે










Latest News