વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો


SHARE













મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો

ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ (૧૦૮) ફાળવવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં આવી પહોંચતા કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા એસપી રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વધામણા કરી આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સંવેદનશીલ બની ગુજરાતના દરેક વ્યક્તિનું સારું આરોગ્ય જળવાઈ રહે અને જરૂર પડે આકસ્મિક સમયમાં આરોગ્ય સેવા સુલભ બની રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આકસ્મિક સમયમાં આશીર્વાદ રૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સ  સેવા વધુ સુદ્રઢ્ય અને સુલભ બને તે માટે રાજ્યમાં ૧૦૮ ની સંખ્યા વધારવાનું બીડું સરકારે ઝડપ્યું છે.

 

હાલ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે આવડતા પૂરી થયેલ હોય કે વધારે ચાલે હોય તેવી એમ્બ્યુલન્સની જગ્યાએ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાને પણ ૩ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

૧૦૮ આકસ્મિક મેડીકલ સેવા એ અત્યારના સમયમા કોઈ પણ નાગરીક માટે અજાણ્યું નામ નથી અને કોઈ પણ મેડીકલ ઈમરજન્સીનાના સમયે લોકોને પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ જ યાદ આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી જિલ્લામા કુલ ૧૨ એમ્બ્યુલન્સ (108) અને ૮  ખિલખિલાટ વાન કાર્યરત છે અને લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે હંમેશા ઊપલબ્ધ છે.






Latest News