મોરબીમાં 10 વર્ષથી 22,523 ચોમી સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ દૂર, હવે દંડ લેવા કાર્યવાહી: ઇનચાર્જ મામલતદાર
SHARE








મોરબીમાં 10 વર્ષથી 22,523 ચોમી સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ દૂર, હવે દંડ લેવા કાર્યવાહી: ઇનચાર્જ મામલતદાર
મોરબીના લીલાપર રોડ ઉપર સરકારી જમીન ઉપર ભાજપના આગેવાને છેલ્લા 10 વર્ષથી દબાણ કર્યું હતું જેની કોંગ્રેસે કરેલ રજૂઆતને ધ્યાને લઈને તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી તેવામાં દબાણ કરનારા ભાજપના આગેવાન દ્વારા પોતાની જાતે દબાણ દૂર કરવામાં આવ્યું છે આ બાબતે ઇનચાર્જ મામલતદાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કુલ મળીને 22,523 ચોમી જમીન ઉપર છેલ્લા 10 વર્ષથી દબાણ હતું જેથી કરીને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ વજેપર ના સર્વે નંબર 1116 માં દબાણ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ દબાણ માટેની ડીએલઆર દ્વારા સ્થળ ઉપર માપણી કરવામાં આવી હતી અને માપણી દરમિયાન 22,523 ચોમી સરકરી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બાબતે મોરબી સિટીના ઇનચાર્જ મામલતદાર હિતેશભાઇ કુંડારિયા સાથે આવતા કરતા તેમણે કહ્યું હતું કે, સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ કેટલા વર્ષથી છે તેની તપાસ કરવામાં આવતા અંદાજે 10 વર્ષથી દબાણ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારા વ્યક્તિ પાસેથી સરકારી નિયમ મુજબ દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

