મોરબીમાં અર્વાચીન રાસોત્સવ-ગરબીમાં લોકોને ફાયરની તાલીમ આપતો પાલિકાનો સ્ટાફ
મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર: સૂચિતા વ્યાસ, અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા આગમી દિવસોમાં કરશે જમાવટ
SHARE
મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર: સૂચિતા વ્યાસ, અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા આગમી દિવસોમાં કરશે જમાવટ
ગુજરાતમાં નવરાત્રી ચાલી રહી છે અને ગુજરાતમાં ગુજરાતી લોકો તો ગરબે ઘૂમતા જ હોય છે જો કે, સિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા બહારથી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે આગામી આજે રાતે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં આવશે અને ખેલૈયાઓને તેના સૂરના સથવારે ગરબે રમાડશે.
મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે આબે દર વર્ષે આ અર્વાચીન રાસોત્સવમાં નામી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે આ વર્ષના કલાકારોની વાત કરીએ તો આજે તા ૪ ને બીજા નોરતે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં આવશે અને ખેલૈયાઓને તેના સૂરના સથવારે ગરબે રમાડશે.
આ ઉપરાંત તા ૫ અને ૬ ના રોજ પ્રખ્યાત સિંગર સૂચિતા વ્યાસ, તા ૮ ના રોજ અધોરી ગ્રૂપ અને તા ૧૧ ના રોજ પ્રિય સરૈયાને બોલાવવામાં આવેલ છે અને તેઓના સૂરે મોરબીના ખેલૈયાઓ ઉમિયા નવરાત્રિમાં ગરબે ઘૂમશે. અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવે છે જેથી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવે છે અને માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણે છે.