મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર: સૂચિતા વ્યાસ, અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા આગમી દિવસોમાં કરશે જમાવટ


SHARE







































મોરબીની ઉમિયા નવરાત્રિમાં આજે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર: સૂચિતા વ્યાસ, અઘોરી ગ્રૂપ અને પ્રિયા સરૈયા આગમી દિવસોમાં કરશે જમાવટ

ગુજરાતમાં નવરાત્રી ચાલી રહી છે અને ગુજરાતમાં ગુજરાતી લોકો તો ગરબે ઘૂમતા જ હોય છે જો કે, સિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા બહારથી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે આગામી આજે રાતે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં આવશે અને ખેલૈયાઓને તેના સૂરના સથવારે ગરબે રમાડશે.

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે આબે દર વર્ષે આ અર્વાચીન રાસોત્સવમાં નામી કલાકારોને બોલાવવામાં આવે છે ત્યારે આ વર્ષના કલાકારોની વાત કરીએ તો આજે તા ૪ ને બીજા નોરતે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર મોરબી ઉમિયા નવરાત્રિમાં આવશે અને ખેલૈયાઓને તેના સૂરના સથવારે ગરબે રમાડશે.

આ ઉપરાંત તા ૫ અને ૬ ના રોજ પ્રખ્યાત સિંગર સૂચિતા વ્યાસ, તા ૮ ના રોજ અધોરી ગ્રૂપ અને તા ૧૧ ના રોજ પ્રિય સરૈયાને બોલાવવામાં આવેલ છે અને તેઓના સૂરે મોરબીના ખેલૈયાઓ ઉમિયા નવરાત્રિમાં ગરબે ઘૂમશે. અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવે છે જેથી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવે છે અને માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણે છે.
















Latest News