વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહીને યુવાન ઉપર છરી વડે હુમલો, બે શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહીને યુવાન ઉપર છરી વડે હુમલો, બે શખ્સની ધરપકડ

મોરબીના વજેપર મેઇન રોડ ઉપરથી રહેતા યુવાનના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ઘર પાસે ગાળ કેમ બોલી તેવું યુવાને કહ્યું હતું ત્યારે સામે વાળા શખ્સે તું આજે મુરઘી લેવા કેમ ન આવ્યો એવું કહીને તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારે એક શખ્સે યુવાનને પકડી રાખ્યો હતો અને બીજા શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાનને પેટના પડખાના ભાગે હુમલો કરીને છરીનો ઘા માર્યો હતો જેથી હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેના પત્નીએ બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના વજેપર મેઇન રોડ ઉપર બાબુભાઈ કોળીના મકાનમાં ભાડે રહેતા સંતોષબેન સંજયભાઈ ચૌહાણ જાતે રાજપૂત (32)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂઘરું ભીમજીભાઇ કોળી રહે. વજેપર અને હાર્દિક ઉર્ફે પેમલો દિપકભા ઇડોન રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પતિ અવારનવાર મુરઘી લેવા માટે થઈને જીગલો કોળી પાસે જતા હતા પરંતુ ગઈકાલે મુરઘી લેવા માટે ગયેલ ન હોય જેથી બંને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને ગાળો બોલતા હતા ત્યારે ફરિયાદી મહિલા તથા તેના પતિએ બહાર શેરીમાં જઈને ગાળો કેમ બોલો છો તેવું કહ્યું હતું ત્યારે આરોપીએ “તું આજે મુરઘી લેવા કેમ આવેલ નથી” તેવું કહ્યું હતું અને બોલાચાલી કરી હતી જેથી બે પૈકીનાં હાર્દિકે ફરિયાદીના પતિ સંજયભાઈ કૈલાશભાઈ ચૌહાણ (35)ને પકડી રાખેલ ત્યારે આરોપી જીગલો કોળીએ તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી મહિલાના પતિને પેટના પડખાના ભાગે મારી હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

રીક્ષા પલ્ટી જતા બે લોકોને ઇજા
મોરબીના નાની વાવડી ગામે કામ સબબ ગયેલ અને ત્યાંથી પરત મોરબી આવતા સમયે નાની વાવડી ગામના ક્રિકેટ સ્ટેડિયમ પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં મનસુખભાઈ વાલજીભાઈ હડિયલ (ઉમર ૫૫) રહે.જીવાપર (આમરણ) તા.જી.મોરબી અને મનોજ નાનકુભાઈ પાલ (ઉંમર ૨૬) રહે.યુનિકોર્ન કારખાનું ટંકારા વાળાઓને ઈજાઓ પહોંચી હતી.જેથી બંનેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News