મોરબી નજીક હરીનગર સોસાયટીમાં ગેસ લીકેજથી લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના બાળકનું સારવારમાં મોત
SHARE
મોરબી નજીક હરીનગર સોસાયટીમાં ગેસ લીકેજથી લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના બાળકનું સારવારમાં મોત
મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે ગેસ લીકેજ થયું હતું અને ગેસનો ચૂલો ચાલુ કરવા જતાની સાથે ઘરમાં આગ લાગી ગઈ હતી અને ત્યારે યુવાન તથા તેનો દીકરો દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું હતુ જે બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરીનગરમાં રહેતા ભાવેશભાઈ પરેશાના રહેણાંક મકાનમાં ગત તા. 26/9 ના સવારના 9:30 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરના રસોડામાં હતા અને ત્યાં ગેસ લીકેજ થયેલ હોય ગેસનો ચૂલો ચાલુ કરતાની સાથે આગ લાગી હતી જેથી કરીને ભાવેશભાઈ અને તેમનો ત્રણ વર્ષનો દીકરો હર્ષ બંને દાજી ગયા હતા જેથી કરીને તેઓને દાઝી ગયેલ હાલતમાં સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સવારે દસેક વાગ્યાના અરસામાં હર્ષ ભાવેશભાઈ પરેશાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળથી વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે
યુવાન સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતો મનોજ ગોરધનભાઈ વાઘેલા નામનો ૧૯ વર્ષનો યુવાન મોરબીના રવાપર-કેનાલ રોડે ઉમિયા પાર્ટી પ્લોટ નજીકથી બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક તા.૪ ના વહેલી સવારે ચારેક વાગ્યે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઈજા પામેલ હાલતમાં મનોજ વાઘેલાને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.