મોરબી નજીક હરીનગર સોસાયટીમાં ગેસ લીકેજથી લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના બાળકનું સારવારમાં મોત
વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં વાડીએથી બે ઇલેક્ટ્રીક મોટરોની ચોરી
SHARE
વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં વાડીએથી બે ઇલેક્ટ્રીક મોટરોની ચોરી
વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામની સીમમાં આવેલ વાડીએ ઇલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી હતી જે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 29,000 રૂપિયાની કિંમતની મોટરની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા આધેડે અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર મસ્જિદની સામેની શેરીમાં રહેતા હનીફભાઈ અલીભાઈ વડાવીયા જાતે મોમીન (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, ચંદ્રપુર ગામની નદી વાળી સીમમાં તેઓની વાડી આવેલ છે અને ત્યાં તેમણે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટર મૂકી હતી જે 29,000 રૂપિયાની કિંમતની ઇલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે