હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 શખ્સો 1.46 લાખની રોકડ સાથે પકડાયા, એક ફરાર
મોરબી નજીક બોલેરો સાથે ટેન્કર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બાળકીનું મોત: ગુનો નોંધાયો
SHARE
મોરબી નજીક બોલેરો સાથે ટેન્કર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બાળકીનું મોત: ગુનો નોંધાયો
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા પાસે ગત તા.૩૦ ના બપોરના ૧૨ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં સાયલાના ધારાડુંગરી ગામેથી માતાના મઢ જઈ રહેલ બોલેરો પાણીના ટેન્કર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકજ પરિવારના આઠ લોકોને ઈજા થઇ હતી.જે પૈકી એક બાળકીને વધું ઇજા થવાથી રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં રાજકોટ સિવિલ ખાતે નવ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આવેલા ધારાડુંગરી ગામે રહેતા રોહિતભાઈ વરસંગભાઈ ઉઘરેજા (37)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટેન્કર ટ્રક જીજે 27 વી 3619 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા તેમના પરિવારજનો બોલેરો ગાડી નંબર જીજે 13 સીએ 6929 માં ધારાડુંગરી ગામેથી માતાના મઢ (કચ્છ) ખાતે જવા માટે નીકળ્યા હતા.ત્યારે મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી તેઓ બોલેરો લઈને જઇ રહ્યા હતા ત્યારે ડીવાયડરની કટમાંથી પાણીના ટેન્કર વાળાએ બેદરકારીથી તેનું વાહન કાઢ્યું હતું જેથી તે બોલેરો ગાડી સાથે અથડાતાં અકસ્માત થયેલ હતો જેમાં રોહિતભાઈ ઉઘરેજા ઉપરાંત તેમના પરિવારના રતનબેન વરસંગભાઈ ઉઘરેજા (21), ગણેશભાઈ રોહિતભાઈ ઉઘરેજા (13), રેવુંબેન ચંદુભાઈ ઉઘરેજા (40), જાગૃતિ રોહિતભાઈ ઉઘરેજા (9), અસ્મિતા રોહિતભાઈ ઉઘરેજા (16), ઉમાબેન રોહિતભાઈ ઉઘરેજા (30) અને હેતલ રોહિતભાઈ ઉઘરેજા (17) રહે. બધા ધારાડુંગરી વાળાઓને ઇજાઓ થયેલ હતો અને તે પૈકી ફરિયાદીની દીકરી જાગૃતિ રોહિતભાઈ ઉઘરેજા (9)ને વધુ ઇજા થયેલ હોય તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું. જે બનાવમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. અને આ બનાવની આગળની તપાસ તાલુકાનાં પીએસઆઈ એન.બી. ડાંગર ચલાવી રહ્યા છે.