મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં બે-મોરબી શહેરમાં એક દારૂની રેડ: 52 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ


SHARE









ટંકારા તાલુકામાં બે-મોરબી શહેરમાં એક દારૂની રેડ: 52 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ

ટંકારા તાલુકામાં બે અને મોરબી શહેરમાં એક આમ કુલ મળીને દારૂની ત્રણ રેડ કરી હતી જેમાં પોલીસે કુલ મળીને બાવન બોટલ દારૂ કબ્જે કરેલ છે અને ત્રણ શખ્સને પકડવામાં આવેલ છે જો કે, એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાલા પાટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જયરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 45 બોટલો મળી આવતા પોલીસે કુલ મળીને 27,590 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા જાતે દરબાર (27) રહે. લજાઈ ગામ ઝાલા પાટી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસને તપાસ હાથ ધરી છે આવી જ રીતે ટંકારા તાલુકા પોલીસ દ્વારા દારૂની બીજી રેડ લતીપર ચોકડી પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હોય પોલીસે 1700 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સિકંદર ઉર્ફે સિકલો રફિકભાઈ ભાણું જાતે સંધિ (22) રહે. નગરનાકા પાસે ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે પણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બે બોટલ દારૂ

મોરબીના વજેપર શેરી નં-5 માં રહેતો શખ્સ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બે બોટલો મળી આવતા પોલીસે ફૂલ મળીને 1803 રૂપિયાની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી ભરતભાઈ છબીલભાઈ પરમાર જાતે દલવાડી (33) રહે. વજેપર શેરી નં-5 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી દારૂની બોટલો આપનાર સાહિલ સાહિલભાઈ ચાનીયા રહે કબીર ટેકરી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને દારૂ આપનારને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News