મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા, વાંકાનેર સહિતના પાલિકા વિસ્તારમાં રાત દિવસ સ્વચ્છતા ઝુંબેશ


SHARE















મોરબી, માળીયા, વાંકાનેર સહિતના પાલિકા વિસ્તારમાં રાત દિવસ સ્વચ્છતા ઝુંબેશ

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોને પણ સ્વચ્છ અને રળિયામણા બનાવવા માટે સ્વચ્છતા ઝુંબેશ શરૂ છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત સુંદર ભારત અંતર્ગત સ્વચ્છતા માટેના અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારો સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે. મોરબી જિલ્લામાં આવેલ નગરપાલિકા વિસ્તારોમાં દિવસ-રાત સફાઈ કરવામાં આવી રહી છે. શહેરના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી શહેરમાં સ્વચ્છતા રાખવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર સહિત નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ કામદાર અને સ્વૈચ્છિક સફાઈ મિત્રો દ્વારા દિવસ રાત શહેરોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણા ઘર શેરી મોહલ્લા ગામડા અને શહેરને સ્વચ્છ બનાવવા ચાલો આપણે સૌ સ્વચ્છતા શપથ લઈ કટિબદ્ધ બનીએ. તમામ વિસ્તારને સ્વચ્છ બનાવવી સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરીએ.






Latest News