હરિયાણામાં ભાજપના ભવ્ય વિજય બદલ મોરબી શહેર ભાજપ-શહેર યુવા ભાજપ દ્વારા ઉજવણી
SHARE








હરિયાણામાં ભાજપના ભવ્ય વિજય બદલ મોરબી શહેર ભાજપ-શહેર યુવા ભાજપ દ્વારા ઉજવણી
હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય મોદી લહેરમાં ભારત માતા કી જય.. વંદે માતરમ.. મોદી સાહેબ આપ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ.. ના નારા સાથે મોરબી શહેર ભાજપ દ્વારા મીઠા મોઢા કરી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના રવાપર રોડ શેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના કાર્યાલય ખાતે કરાયેલ ઉજવણી સમયે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણઝારીયા, જ્યોતિસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઇ કંડિયા, નરેન્દ્રભાઈ પોપટ તેમજ મોરબી શહેર મહિલા સંગઠનની ટીમના પ્રમુખ અલ્પાબેન કક્કડ અને વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

