મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યોને ૧૩ વર્ષ પૂર્ણ


SHARE





























મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યોને ૧૩ વર્ષ પૂર્ણ

મોરબી જિલ્લામાં ૩૦/૭/૨૦૧૧ ના રોજ થી સેવા કાર્યો અર્થે શરૂ થયેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી પોતાના સેવા કાર્યમાં ૧૩ વર્ષ પૂર્ણ કરેલ છે. આ ૧૩ વર્ષમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીએ સામાજિક ક્ષેત્રે આઠ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન થકી ૨૫૧ ગરીબ કન્યાઓના લગ્ન કરાવી આપેલ છે.

આ ઉપરાંત પોલિયો બુથ સંચાલન, વૃક્ષારોપણ અને વૃક્ષદાન કાર્યો સાથે ચેરીટી શો યોજેલ. આરોગ્ય ક્ષેત્રે ૫ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજેલ, સ્વાઈન ફ્લુ માસ્ક વિતરણ, કોરોના કાળમાં શ્રી ભોજનાલય ખોલોની લોકોની સેવા કરેલ, શિક્ષણ ક્ષેત્રે બાળચિત્ર પ્રદર્શન, ચિત્ર હરીફાઈ, જનરલ નોલેજ પરીક્ષાઓ, ફ્રી નોટબુક, ફ્રી શિક્ષણ કીટ, ફ્રી ટ્યુશન વિતરણની સાથે શિક્ષણ સહાય કેન્દ્ર ચલાવી રહ્યું છે.આ સાથે હાલ ટ્રસ્ટ દ્વારા ક્લિનિક, સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ પણ ચલાવવામાં આવી રહી છે. ટ્રસ્ટની ૧૩ વર્ષ પૂર્ણ થતા મોરબીની જનતાને આરોગ્ય ક્ષેત્રે સારા નિષ્ણાંત ડોક્ટરની રાહત દરે નિદાન અને સારવાર મળી રહે તે હેતુસર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના સહયોગથી નિષ્ણાંત ડોક્ટરની સારવાર મોરબીમાં રાહત ચાર્જમાં મળી રહે તે હેતુસર મોરબીમાં ટ્રસ્ટ સંચાલિત ગોકુલ વીઝીટીંગ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યું છે. જેના શુભારંભ પ્રસંગે નિષ્ણાંત ડોક્ટરોની આરોગ્ય સલાહ મળી રહે તે માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરેલ છે.
















Latest News