મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળક શાળામાં તેના મિત્ર સાથે મશ્કરી કરતો હોય અન્ય બે બાળકે તેને માર માર્યો


SHARE













મોરબીમાં બાળક શાળામાં તેના મિત્ર સાથે મશ્કરી કરતો હોય અન્ય બે બાળકે તેને માર માર્યો

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાનનો દીકરો વીસી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોય તે તેના મિત્ર સાથે મશ્કરી કરતો હતો ત્યારે સામેવાળાને સારું ન લાગતા તેના દીકરાને ગાળો આપીને ઢીકાનો માર માર્યો હતો તેમજ હાથમાં પહેરવાના કડા વડે કપાળના ભાગે તથા વાસાના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી હાલમાં ભોગ બનેલ બાળકના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતા અશોકભાઈ જેસીંગભાઇ અઘારા (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે બાળકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો અંકિત મોરબીમાં આવેલ વીસી હાઇસ્કુલ ખાતે ધો. 11 માં અભ્યાસ કરતો હોય ત્યાં સીડી ઉપરથી નીચે ઉતરતો હતો ત્યારે તેના મિત્ર સાથે તે મશ્કરી કરતો હતો અને જે તેની સાથે જ ત્યાં ધોરણ 11 માં અભ્યાસ કરતા બે બાળકને સારું નહીં લાગતા તેણે ગાળો આપી હતી અને ઢીકાનો માર માર્યો હતો તેમજ હાથમાં પહેરવાના કડા વડે કપાળના ભાગે તથા વાસાના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા ફરિયાદીના દીકરાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ભોગ બનેલા બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને તરુણ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News