મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક માથું કચડીને આધેડનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે કાર્યવાહી


SHARE













મોરબી નજીક માથું કચડીને આધેડનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે કાર્યવાહી

મોરબીના શનાળા ગામ નજીક આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઇકને પાછળના ભાગેથી સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડના માથાના ભાગ ઉપરથી ટાયર ફરી જતા તેનું મોત નીપજ્યું હતું જે અંગેની મૃતકના મોટા ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ચાચાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરભેરામભાઇ નારણભાઈ પનારા (63)એ સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 1594 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના નાના ભાઈ રાજેન્દ્રભાઈ નારણભાઈ પનારા પોતાનું બાઈક નંબર જીજે 3 ડીઆર 6572 લઈને મોરબીના શનાળા ગામ પાસે આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને પાછળના ભાગેથી સુપર કેરી ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈ બાઈક ઉપરથી નીચે રસ્તા ઉપર પટકાતા તેના માથાના ભાગ ઉપરથી આરોપીના વાહનનું ટાયર ફરી ગયું હતું જેથી માથું કચડાઈ જવાના લીધે તેનું મોત નીપજયું હતું જે ઘટનાની નોંધાયેલ ફરિયાદ આધારે સ્થળ ઉપર વાહન છોડીને નાસી ગયેલા શખ્સની સામે મૃતકના ભાઈએ ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ છાનુભા ઝાલા (33) રહે. માધાપર શેરી- 24 મોરબી વાળાને પકડીને તેની સામે કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા (45) નામના યુવાનને ભીમરાવનગરમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. 

મહિલા સારવારમાં

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન અમરશીભાઈ નામના મહિલા દૂધ લેવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થવાથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક ગોપાલ પ્લાસ્ટિક પાસે મારામારીના બનાવમાં સુમતિબેન રામુભાઈ બાબર (45) નામની મહિલાને મારામારીમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છ






Latest News