મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી હાઉસિંગ બોર્ડની ગરબીમાં દીકરીઓના રાસ ગરબાની રમઝટ


SHARE













મોરબી હાઉસિંગ બોર્ડની ગરબીમાં દીકરીઓના રાસ ગરબાની રમઝટ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી ભારે જમાવટ કરી રહી છે. 260 દીકરીઓ અલગ અલગ ગ્રુપમાં વિભાજીત થઈને વિવિધ રાસો રજૂ કરીને સૌને દંગ કરી દીધા છે. આ નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય ત્યારે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં ગઈકાલે રાત્રે નવમાં નોરતે દીકરીઓએ મોમાઈ માં નો રાસ જેમાં સૌ પ્રથમ વાર લાઇવ ઉટ લઈને માતાજી ચાચર ચોક માં પધાર્યા હતા એવો એક સુંદર મજાનો રાસ આ ગરબી મંડળ ની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત ચામુંડા માતાજી નો અભિનય રાસ જેમાં માતાજીએ ચંડ અને મુંડ નામના રાક્ષસો નો વધ કર્યો એ રાસે પણ ઉપસ્થિત સૌ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રાચીન ઢબથી રજૂ થયેલા પ્રખ્યાત રાસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજ રાત્રે પણ આ ગરબી મંડળ ની બાળાઓ દ્વારા અંગારા રાસ તેમજ મહિષાસુર મર્દીની જેવા સ્પેશિયલ રાસો રજૂ કરવામાં આવશે તેમજ બધી બાળાઓ ને લાણી આપવામાં આવશે.પ્રાચીન રાસો રજૂ કરવા માટે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી મંડળના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News