મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના ગુનામાં મોટી બહેનના બે દિયરની ધરપકડ


SHARE













મોરબી: સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના ગુનામાં મોટી બહેનના બે દિયરની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા દ્વારા સામૂહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરાને ધમકી આપવામાં આવી હતી જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા જે બંને મૂળ એમપીના રહેવાસી છે તે બંને શખ્સ દ્વારા સામુહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરાને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરને આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી કેલનસિંહ બલરામ આહિરવાર (20) અને મનીષસિંહ બલરામ આહિરવાર (22) રહે. બંને હાલ મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News