મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી: કામ બાબતે મોટાભાઈએ ફોન ઉપર ઠપકો આપતા લાગી આવતા દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબી: કામ બાબતે મોટાભાઈએ ફોન ઉપર ઠપકો આપતા લાગી આવતા દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ઉપરોક્ત બનાવ બન્યો હતો.જેમાં યુવાનને તેના ભાઈએ વતનમાંથી ફોન કર્યા બાદ બરોબર કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો અને તે વાતનું મનોમન લાગી આવતા પર પ્રાંતિય યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેને લઈને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હોવાનું હાલ વાંકાનેર સીટી પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલ છે.

વાંકાનેર સિટી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના વઘાસીયા ગામે વાડી વિસ્તારમાં રહીને ત્યાં ખેત મજૂરીનું કામ કરતા લખનભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉમર ૨૪) નામના અપરણિત પરપ્રાંતિય મજૂર યુવાને તા.૧૨-૧૦ ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.ત્યાં સારવારમાં રહ્યા બાદ આજે તા.૧૩-૧૦ ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા લખનભાઈ ચૌહાણ નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાંથી આ બાબતે જાણ કરવામાં આવતા વાંકાનેર સીટી પોલીસ મથકના વનરાજસિંહ ઝાલા દ્વારા બનાવ બાબતે તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પરપ્રાંતિય મૃતક યુવાન લખનભાઈ ચૌહાણને ફોન ઉપર તેના મોટાભાઈ દ્વારા તેમના વતન ખાતેથી ફોન કરવામાં આવ્યો હતો અને જેમાં બરોબર કામ કરવા બાબતે તેને ઠપકો આપવામાં આવ્યો હતો.તે વાતનું તેને મનોમન લાગી આવ્યું હતું.છેલ્લા બે વર્ષથી લખનભાઈ ચૌહાણ અહીં ખેત મજૂરીનું કામકાજ કરતા હતા અને દરમિયાન તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેનું મોત નીપજ્યું હતુ.

વાહન અકસ્માતમાં ગંભીર ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા શક્તિ ચેમ્બરના સામેના ભાગે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં વિજયભાઈ શેરૂભાઈ અજનાર (ઉંમર ૧૭) રહે.લુટાવદર તા.જી. મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેના સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે માથાના ભાગે વધુ ગંભીર ઇજા હોવાના લીધે હાલ વિજય અજનારને સારવારમાં રાખવામાં આવ્યા છે.અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ રામજીભાઈ પરમાર નામના ૨૯ વર્ષીય યુવાને તેના ઘર પાસે આવેલ ઘરઘંટી નજીક કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધૂ હતુ.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલમાંથી જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં રહેતા પરિવારનો અલતાફ અબ્દુલભાઈ અન્સારી નામનો પાંચ વર્ષનો બાળક મકાનના ઉપરના માળેથી નીચે પડી ગયો હતો.જેથી ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલને સારવાર માટે લાવ્યા હતા.

 






Latest News