મોરબીમાં સીમા જાગરણ મંચ, સાગરભારતી તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી
SHARE







મોરબીમાં સીમા જાગરણ મંચ, સાગરભારતી તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી
મોરબીમાં સીમા જાગરણ મંચ સાગર ભારતી તથા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા જીલ્લાના દરીયાઇ પટ્ટી નજીક આવેલા સીમાવર્તી વિસ્તારના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવાનાં ભાગરુપે ઉઠબેટ શામપર, ઝીંજુડા, સોલંકીનગર, બોડકી, વર્ષામેડી, બગસરા સહિતના વિવિધ ગામોની મુલાકાત લઈને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગ્રામજનો સાથે બેસીને તેઓની સાથે આત્મીયતા સભર વિસ્તૃત વાર્તાલાપ દ્વારા સીમાસુરક્ષામાં તેઓની વિશિષ્ટ ભૂમિકાની ચર્ચા કરી હતી સાથોસાથ આ ગામોના પરિવારોને દિવાળી નિમિત્તે ફટાકડા તથા મીઠાઈના બોક્સ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે અર્પણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા પ્રફુલભાઈ ગૌસ્વામીના માધ્યમથી તથા અન્ય રાષ્ટ્રભક્ત પરિવારો દ્વારા વિશિષ્ટ આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. આ અવસરે લલિતભાઈ ભાલોડિયા, હિરેનભાઈ વિડજા, ડો જયેશભાઈ પનારા, મહેશભાઈ બોપલીયા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, દિલીપભાઈ પરમાર, મુકેશભાઈ મારવણીયા, પુષ્પરાજસિંહ જાડેજા, મનોજભાઈ શેરશિયા, કેતનભાઈ કાસુન્ધ્રા, જયેશભાઈ ચોટલીયા, યુગ મારવણીયા સહિતનાં કાર્યકર્તાઓએ પ્રવાસ કરી કાર્યક્રમ દિપાવ્યો હતો.
