મોરબીમાં સીમા જાગરણ મંચ, સાગરભારતી તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી
મોરબીની એપેક્ષ બીએડ્ કોલેજના વિદ્યાર્થીનું ઝળહળતું પરિણામ
SHARE









મોરબીની એપેક્ષ બીએડ્ કોલેજના વિદ્યાર્થીનું ઝળહળતું પરિણામ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુલાઈ-૨૦૨૧માં લેવાયેલ બીએડ્ સેમ-૧ ની પરિક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે જેમાં મૂળ પીપળીના હાલ મોરબીમાં એકાઉન્ટન્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ ભગવાનજીભાઈ જેઠલોજાની પુત્રી જીલ જેઠલોજાએ ૬૨૫ ગુણમાંથી પોતાના અથાગ પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શનથી ૬૦૪ ગુણ (૯૬.૬૪%) મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી છે અને પોતાના પરિવાર તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે જે બદલ એપેક્ષ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી ભરતભાઈ પટેલ, કોમલબેન પટેલ તેમજ કોલેજના સંચાલક રાજેશ ગોસરા અને એપેક્ષ પરિવારે જીલ જેઠલોજાને અભિનંદન પાઠવ્યા છે અને શિક્ષક વ્યવસાયિકમાં જોડાઈને ખરા અર્થમાં રાષ્ટ્રને ઉપયોગી થવા અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી નામના મેળવીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે
