મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને ટંકારામાં ત્રણ જગ્યાએ દારૂની રેડ: દારૂ-બીયર સાથે ત્રણ પકડાયા


SHARE













મોરબી, માળીયા અને ટંકારામાં ત્રણ જગ્યાએ દારૂની રેડ: દારૂ-બીયર સાથે ત્રણ પકડાયા

મોરબી, માળીયા અને ટંકારા વિસ્તારમાં પોલીસે દારૂની જુદીજુદી ત્રણ જગ્યાએ કાર્યવાહી કરી હતી અને દારૂ તેમજ બીયરના જથ્થા સાથે ત્રણ શખ્સને પકડીને તેની સામે ગુના નોંધીને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂ બીયર તે કયાંથી લઈને આવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ રાધે હોટલની સામેથી રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1122 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી રસિકભાઈ રામાભાઇ નંદેસરિયા (32) રહે સાપકડા તાલુકો હળવદ વાળાની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ કરી છે

માળીયા મીયાણાના મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 625 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા (37) રહે, હામસાપીરની દરગાહ પાસે માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 250 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કર્યો હતો અને આરોપી મેહુલભાઈ લાલજીભાઈ ધમાસણા (29) રહે. રાજનગર સોસાયટી શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News