મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનમા મહિલાને કચડી નાખીને મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ


SHARE







મોરબી નજીક કારખાનમા મહિલાને કચડી નાખીને મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનામાં લોડર ટ્રેક્ટરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું ત્યારે ત્યાં પાછળના ભાગે મહિલાને હડફેટે લેતા તેના માથા ઉપરથી ટ્રેક્ટરના ટાયર ફરી જતા મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તે મહિલાનું મોત નીપજયું હતું. જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે હાલમાં લોડર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગંદલારા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ સ્વરા માઇક્રોન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ લાલાભાઇ ગોદા જાતે આદિવાસી (52) નામના આધેડે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ટ્રેક્ટર નંબર જીજે 36 એએલ 0476 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, કારખાનાના શેડમાં લોડરનો ચાલક તેનું વાહન રિવર્સમાં લઈ રહ્યો હતો ત્યારે પાછળથી તેમના પત્ની મંજુલાબેન લક્ષ્મણભાઈ ગોદા (35) પસાર થઈ રહ્યા હોય તેને હડફેટે લીધા હતા અને તે નીચે પડી જતા તેના માથા ઉપરથી ટ્રેક્ટર લોડરનું વ્હીલ ફરી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે ફરિયાદ આધારે પીએસઆઇ એન.બી. ડાંગર તથા વિજયભાઈ સવસેટા દ્વારા આરોપી સુરેશ ઉર્ફે પ્રવીણ મોતીભાઈ તાવીયાડ (30) રહે. બહાદુરગઢ ગામની સીમ સ્વરા માઇક્રોન મોરબી મૂળ રહે મહીસાગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના જાંબુડીયા ગામે રહેતા સર્વન્ટ બરવેશભાઈ (27) નામના યુવાને વેરોના સીરામીક નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી અસર

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા નેલુ વસુનિયા (30) નામના વ્યક્તિને દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News