મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાનાં ઘુનડા(સ.)માં મજૂરને તેડવા જતાં યુવાનને છરીના ઘા ઝીકયા


SHARE

















ટંકારાનાં ઘુનડા(સ.)માં મજૂરને તેડવા જતાં યુવાનને છરીના ઘા ઝીકયા

ટંકારા તાલુકાનાં ઘુનડા(સ.) ગામે મજૂરને તેડવા માટે જતાં યુવાનને રોકીને તેની સાથે એક શખ્સે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને તેની પાસે રહેલ છરીનો એક ઘા યુવાનને પેટના ભાગે અને ખભે તેમજ પગના ભાગે છરીના ઘા ઝીકયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઘુનડા(સ.) ગામે રહેતા મયુરભાઇ જયંતીભાઇ પરેચા જાતે કોળી (ઉ.૧૯) એ હાલમાં મેરૂભાઇ વિનુભાઇ પાટડીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઘુનડા(સ.) ગામ હોળીની ધાર પાસે તેઓ પોતાનું બાઇક લઇને તેના મજુરને તેડવા જતા હતા ત્યારે આરોપીએ ફરીયાદી સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મુંઢ માર મારતા ફરીયાદી યુવાને પ્રતિકાર કર્યો હતો અને ત્યારે આરોપીએ તેની પાસે રહેલ છરીનો એક ઘા ફરીયાદીને ડાબી બાજુ પેટના ભાગે મારી ગંભીર ઇજા કરી હતી તેમજ બીજા ઘા મારતા ફરીયાદીએ પ્રતિકાર કરતા ડાબી બાજુના ખંભાની પાછળના ભાગે તથા બંને પગની પાછળના ભાગે મારીને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આપેલ છે જેથી કરીને હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News