માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહનોની બોગસ વિમા પોલીસ ઉતારી ચીટીંગ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE

















પોજીટીવ આવતા કોરેઇન્ટાઇન સેન્ટર મોકલાયો હતો તો ત્યાંથી ફરાર થયા બાદ પોલીસે પકડી પાડયો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બોગસ વીમા પોલિસી ઉતારવા અંગે ફરિયાદ નોંધાવા પામી હતી.જે ગુનામાં અમુક ઇસમોની ધરપકડ કરાઇ હતી અને તે પૈકીના એક ઇસમને કોરોના પોજીટીવ આવતા તેને જેતે સમયે ઘુંટુ પાસેના કોરેઇન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો જોકે તે ઇસમ કોરેઇનટાઇન સેન્ટરમાંથી ભાગી ચુકીયો હોય તેના ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી તે ઇસમ ફરાર હતો તે ઇસમને પોલીસે પકડી પાડીને પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને બાદમાં ગઇકાલે બોગસ વીમા પોલિસીના ગુનામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ સુચના કરેલ હતી જે દરમ્યાન જેતે સમયે સ્ટાફના ફારૂકભાઇ પટેલ તથા સતિષભાઇ ગરચરને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ બોગસ વિમા પોસીસી બનાવીને છેતરપીંડી કરવાના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રશાંત વજુભાઇ કોડીનારીયા જાતે પટેલ (ઉ.વ.૩૩) રહે.હાલ પટેલ પાર્ક, ગ્રીનસીટી સામે, વૃંદાવન સોસાયટી-૧, જડેશ્વર મહાદેવ મંદીર સામે, રાહુલ હારમોનિય એપાર્ટમેન્ટ, બ્લોક નં.૧૦૧ (ધનસુખભાઇ પટેલના ફલેટમાં) મુળ રહે.મેહુલનગર,બ્લોક નં.એફ-૩૮ ઓમ એપાર્ટમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક સામે,જામનગર વાળો મોરબી સરકારી હોસ્પીટલ પાસેથી મળી આવતા તેને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. જોકે તે સમયે પકડાયેલ આરોપી પ્રશાંત પટેલ વાહનોની બોગસ વિમા પોલીસ ઉતારી ચીટીંગ કરવાના ગુનામાં છેલ્લા દશ માસથી ફરાર હતો.વધુમાં મળતી માહિતી મુજબ છેતરપીંડીના ગુનામાં તે સમયે પકડાયેલ પ્રશાંતનો કોરોના રીપોર્ટ કરાવાતા તે પોઝિટિવ આવતા ચીટીંગના આરોપી પ્રશાંતને ઘુંટુ પાસેના પોલિટેકનિક કોલેજ ખાતેના કોરેઇન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો જોકે તે ત્યાંથી નાશી ગયો હતો જેથી પોલીસે પ્રશાંત કોડીનારીયાને પકડીને પ્રથમ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં ધરપકડ કરાયા બાદ ગઇકાલે પ્રશાંત પટેલની બોગસ વિમા પોલીસીના કેશમાં ધરપકડ કરવામાં આવેલ છે તેમ સુત્રોએ જણાવેલ છે.




Latest News