મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની આડે યુવાને પડતું મૂક્યું હતું જેથી કરીને શરીર કપાઈ જવાથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રેલ્વેના સ્ટેશન માસ્તર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા મૂળ ગાળા ગામના રહેવાસી વિપુલભાઈ મગનભાઈ કાચરોલા (47) નામના યુવાને મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના શરીર ઉપરથી રેલ્વે ટ્રેન ફરી જતા કમરના ભાગથી શરીર કપાઈ ગયું હતું અને આ યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રફાળેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશનમાં સ્થળ કિશનભાઇ રાયમલભાઈ રાઠોડ (30) રહે. સનાળા રોડ વૈભવ નગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને યુવાને કરેલા આપઘાતના લીધે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News