મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂ-વ્યાજ વટાવના ગુનામાં અનેક વખત પકડાયેલા બે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરાયા


SHARE





મોરબીમાં દારૂ-વ્યાજ વટાવના ગુનામાં અનેક વખત પકડાયેલા બે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરાયા

મોરબીના કાલિકા પ્લોટ અને શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા બે શખ્સ સામે પોલીસ દ્વારા પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેથી કરીને અનેક વખત દારૂ અને વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલા બે શખ્સની પાસા મંજૂર કરવામાં આવતા પોલીસે તે બંનેની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને તે બંનેને રાજ્યની જુદીજુદી જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.

મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર મારામારી, દારૂની હેરાફેરી વગેરે જેવી ઘટનાઓમાં અવારનવાર પકડાયેલા શખ્સો વિરુદ્ધ પાસા દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે અને તે પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવ્યા બાદ જે તે શખ્સને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે આવી જ રીતે મોરબી શહેરના કાલિકપ્લોટ વિસ્તાર શેરી નં-6 માં બાવા અહેમદશા મસ્જિદ વાળી શેરીમાં રહેતા સમીર રફીકભાઈ પલેજા (25) નામના યુવાનની સામે જિલ્લા મેજિસ્ટ્રેટને પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જે પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા હાલમાં પોલીસે તે શખ્સની ધરપકડ કરીને તેને ભાવનગરની જેલ હવાલે કરેલ છે આ શખ્સ અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલ હોવાથી તેની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે આવી જ રીતે દુષ્યંત ઉર્ફે કિશન મહેશભાઇ અજાણા (23) રહે. હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી વાળની પણ પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેથી તેની ધરપકડ કરીને પોલીસે સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે આ શખ્સ અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ હોવાથી તેની પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.




Latest News