મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર
Breaking news
Morbi Today

હળવદમાંથી બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ


SHARE





હળવદમાંથી બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ

હળવદ તાલુકા અને શહેરમાંથી ચોરી કરવામાં આવેલા બે ચોરાઉ બાઈકની સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે અને વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું અને ત્યારે એ.એન.સિસોદીયા, જી.પી.ટાપરીયા, વિપુલભાઈ સુરેશભાઇ ભવાડીયા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ, ગંભીરસિંહ વાઘજીભાઇ, હરવિજયસિંહ કિરીટસિંહ, મનોજભાઈ ગોપાલભાઇ વાળા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હળવદ ટીકર રોડ ઉપરથી બાઇક લઈને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકવામાં આવેલ હતો અને તેની પાસેથી બાઈકના કાગળ માટે સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને તે શખ્સનું નામ પૂછાતા તેનું નામ રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલા રહે. જોગડ તાલુકો હળવદ વાળો હોવાનું સામે આવ્યું હતું અને ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણએ બાઇક નંબર જીજે 3 બીએલ 2649 ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલમાં નાખી માલીક અંગે સર્ચ કરતા તે બાઇક ઇમત્યાઝ અબાસભાઇ શેખ રહે. પોપટપરા માઉન્ટેન પોલીસ લાઈન રાજકોટ વાળાનું હોવાનું સામે આવ્યું હતું જેથી આ શખ્સની પોલીસે આગવીઢબે પુછપરછ કરતા આ બાઈકની અજીતગઢ પાસેથી ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું. અને વધુ પુછપરછમાં તેને વધુ એક ચોરાઉ બાઇક કાઢી આપેલ છે જેથી કરીને પોલીસે બે ચોરાઉ બાઈકની સાથે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News