મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશન પાસે આવેલ સુપર માર્કેટ નજીકથી બાઈકની ચોરી 


SHARE





મોરબીમાં નવા બસ સ્ટેશન પાસે આવેલ સુપર માર્કેટ નજીકથી બાઈકની ચોરી 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે સુપર માર્કેટના પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર નજીક આવેલ નીતિન પાર્ક સોસાયટીમાં પલ હાઈટ્સ બ્લોક નંબર 702 માં રહેતા પ્રવીણભાઈ જીવરાજભાઈ કકાસણીયા (52) નામના આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે સુપર માર્કેટના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 પી 5443 પાર્ક કરીને મૂક્યું હતું જે 40,000 ની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ભોગ બનેલ આધેડની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માત

મોરબીના માળિયા હાઇવે ઉપર દાદાશ્રીનગર ગામની પાસે રોડ ઉપરના ડિવાઈડર ઉપર ટ્રક ચડી જવાના બનેલ બનાવવામાં તુલસિંગ માલસિંગ રાજપુત (૨૬) અને મદન જસમતસિંગ રાજપૂત (૧૭) રહે.બંને રાજસ્થાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર અને મકનસર ગામની વચ્ચે બાઈકની આડે અચાનક કૂતરૂ આવતા બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં પવન ઘનશ્યામ સ્વામી (૨૮) અને દીપક ઘનશ્યામ સ્વામી (૩૧) રહે.બંને મલીકપુરને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે રહેતા લક્ષ્મણભાઈ મોહનભાઈ ટીડાણી નામના ૭૪ વર્ષના વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે પાનેલીના રસ્તે તેઓ બાઈકની પાછળના ભાગેથી નીચે પડી જતા ફેક્ચર જેવી ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.જેથી તાલુકા પોલીસે તપાસ કરી હતી.




Latest News