ટંકારાના નેકનામ ગામે ખેતી-રસોઈ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત
SHARE









ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત
ટંકારા તાલુકામાં આવેલ ડેમી -૨ ડેમ પાસે આવેલ કુવામાં પડી જવાથી વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન કારખાનામાં રહેતા નરેશગીરી ચંદુગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૩૧) એ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેઓના માતા કંચનબેન ચંદુગીરી ગોસ્વામી (ઉંમર ૬૫) સ્લોગન કારખાનાની સામે આવેલ ડેમી-૨ ડેમ પાસે આવેલ કૂવામાં પડી જતાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા માનસિક અસ્વસ્થ હોય કોઈ કારણોસર કૂવામાં પડી ગયા હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે
