મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોના રૂપિયા ન ચૂકવતા એજન્ટોને મારવાની ધમકી !
SHARE









મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોના રૂપિયા ન ચૂકવતા એજન્ટોને મારવાની ધમકી !
મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટી લી. પાસે કરોડો રૂપિયા ગ્રાહકના ડુબી ગયાં છે અને એજન્ટો પર ગ્રાહકોનો ત્રાસ વર્તાવી રહીયો છે ત્યારે મીઠામીઠા વચનો આપીને સહારા કો-ઓપરેટીવ સોસાયટી ગ્રાહકનો સમય વીતાવી રહી છે. તેવુ દેખાઇ રહયું છે આ અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કાનુની કાર્યવાહી શરૂ કરેલ છે.
મોરબી જીલ્લામાં સહારા કો ઓપરેટીવ સોસાયટી લી. પાસે કરોડો રૂપિયા ગ્રાહકના ડુબી ગયાં છે ત્યારે સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોને મીઠા મીઠા સ્વપ્નો બતાવીને છેલ્લે સપ્ટેમ્બર મહીનામાં ગ્રાહકોને પૈસા મળશે તેવા સ્વપ્ના બતાવેલ પરંતું કાંઇ થયેલ નથી હાલે જે એજન્ટો હતા તેની દિવાળી બગડી ગઇ છે અને ગ્રાહકો એજન્ટોને મારવાની ધમકી આપી રહ્યા હોવાના અહેવાલ જાણવા મળેલ છે આવા સમયમાં એજન્ટો શુ કરે ?, એજન્ટોએ કમીશનની લાલચમાં પોતાની જીંદગી બગાડી છે પાકતી મુદતની રસીદો ગ્રાહકોના ઘરમાં ધા ખાઇ છે અને સહારા કો-ઓપરેટીવ સોસાયટી લી. કયારે પૈસા ગ્રાહકને આપશે તે નકકી નથી આવાજ એક ઢુવાના એજન્ટ અશોકભાઇ સારસાને માનસીક તકલીફ થઇ ગયેલ છે અને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ગ્રાહકોને જણાવ્યુ છે કે, એજન્ટો પૈસા ઉધરાવીને સોસાયટીને આપ્યા છે તે એજન્ટો છે તેને ત્રાસ આપવો યોગ્ય નથી આવી અનેક ફરીયાદ ગ્રાહક સુરક્ષામાં આવતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા એ કાનુની કાર્યવાહી શરૂ કરેલ છે.
