મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે ઘરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલાનું મોત


SHARE









મોરબીના રંગપર ગામે ઘરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલાનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામે પંચાયત ઓફિસની બાજુમાં રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના રંગપર ગામે પંચાયત ઓફિસની બાજુમાં રહેતા રંજનબેન ગણેશભાઈ સાગઠીયા (33) નામના મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં તેને ઘરની અંદર ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને આકાશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાહન અકસ્માત
જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા કરનભાઈ ધનજીભાઈ વાઘેલા નામના ત્રીસ વર્ષના યુવાનને દ્વારકાથી જામનગર બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અચાનક કૂતરું આડું ઉતરતા જામનગર ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસે જણાવેલ છે.જયારે રાપર (કચ્છ) ના ખીરી ગામના કાનાભાઈ નાનજીભાઈ કોળી નામના ૨૯ વર્ષના યુવાનને ખીરી ગામેથી સામખીયારી તરફ જતો હતો ત્યારે આધોઈ રોડ ખાતે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.




Latest News