ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના બહાને યુવાન સાથે દાગીના-રોકડ મળીને 3.30 લાખની છેતરપિંડી


SHARE











મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના બહાને યુવાન સાથે દાગીના-રોકડ મળીને 3.30 લાખની છેતરપિંડી

મોરબી નજીકના સનાળા ગામે રહેતા યુવાનને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને 3.30 લાખ રૂપિયાનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના સનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયા જાતે અનુ. જાતી (39)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે. સનાળા ગામ રામજી મંદિર પાસે મોરબી વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આશરે બે મહિના પહેલા આરોપીએ ફરિયાદીને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધા હતા અને વિધિ કરાવવાના બહાને તેની પાસેથી સોનાની એક અઢી તોલાની ચેન, સોનાનો કાપ અડધા તોલાનો, સોનાની છ નંગ બુટ્ટી અને સોનાની બે વીંટી તે ઉપરાંત રોકડા રૂપિયા 50,000 આમ કુલ મળીને 3.30 લાખનો મુદ્દા માલ લીધેલ હતો અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વાર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી અને તે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે.






Latest News