મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક કારખાનાની કોલોની પાસે ઉભેલા યુવાનને ધોકા વડે માર માર્યો: ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE











વાંકાનેરના ઢુવા નજીક કારખાનાની કોલોની પાસે ઉભેલા યુવાનને ધોકા વડે માર માર્યો: ઇજાગ્રસ્ત સારવારમાં

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં લેબર કોલોનીના ગેટ પાસે ઉભેલા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક વરમોરા સીરામીક પાછળના ભાગમાં આવેલ મિલેનિયમ ગ્રેનાઇટો નામના કારખાના પાસે લેબર કોલોનીના ગેટ પાસે રાજુકિશોર શિવશંકર રામ (21) નામનો યુવાન ઊભો હતો ત્યારે ત્યાં તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને ફેકચર જેવી ઈજા થઈ હતી અને પેટમાં પણ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન રસિકભાઈ હિંગળાજિયા (34) નામની મહિલા ગેઇટ પાસેથી બાઈકમાં જઈ રહી હતી ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

માર માર્યો

મોરબીમાં સોઓરડી વિસ્તારમાં રહેતા રવિભાઈ રાજુભાઈ ધોળકિયા (34) નામના યુવાનને કુબેર ટોકીઝ નજીક હતો ત્યારે ત્યાં માર મરવામાં આવેલ હતો જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News