હળવદના કાવડિયા પાસે ટ્રક પાછળ આઇસર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કપાળમાં ઇજા થવાથી બાળકનું મોત
મોરબી-ટંકારામાં પોલીસે શ્રમિકોની માહિતી ન આપનારા સ્પા સંચાલક સહિત ત્રણ સામે કાર્યવાહી
SHARE
મોરબી-ટંકારામાં પોલીસે શ્રમિકોની માહિતી ન આપનારા સ્પા સંચાલક સહિત ત્રણ સામે કાર્યવાહી
મોરબી જીલ્લામાં શ્રમિકોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એક સ્પાના સંચાલક સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિની સામે ગુના નોંધવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસે કરેલ છે.
મોરબીના પીપળી રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ ગુરુકૃપા કટીંગ નામના ડેલામાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી અને શ્રમિકોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી રાજુભાઈ ધનજીભાઈ સંઘાણી (42) રહે. નવા દેવડીયા તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધાયો છે. મોરબીના લાલપર ગામ નજીક આવેલ આદ્યશક્તિ ચેમ્બરમાં સિગ્નેચર સ્પા મસાજ પાર્લરની અંદર કામ કરતા પરપ્રાંતીય માણસોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી તેમજ તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસને જાણ કરી ન હતી જેથી કરીને શાહરૂખ યુનુસભાઈ મુલતાણી (32) રહે. સિગ્નેચર સ્પાની ઓફિસમાં મૂળ રહે. ધાંગધ્રા વાળાની સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર સાંકેત કારખાનામાં કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપી ન હતી. મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં ડેટા અપલોડ કરવામાં આવ્યો ન હતો અને આઇડી પ્રૂફ લીધેલ ન હતા જેથી શૈલેષભાઈ અમરશીભાઈ સાયજા (40) રહે. વાંકીયા તાલુકો ધ્રોલ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વરલી જુગાર
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે ચોકડી નજીક વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અમજદભાઈ બાબુભાઈ ખાન (39) રહે. લીલાપર હરિઓમ કાંટા સામે મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળો મળી આવતા પોલીસે 410 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે વાંકાનેરના કુંભારપરા ચોકમાં પુલના નાલા પાસે વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે નલીનભાઈ હીરાભાઈ મેર (36) રહે. કુંભારપરા ચોક પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 320 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે