હળવદના ખેતરડી અને મોરબીમાં દારૂની ત્રણ રેડ: 29 બોટલ દારૂ-બીયર સાથે ચાર પકડાયા, બેની શોધખોળ
હળવદના કાવડિયા પાસે ટ્રક પાછળ આઇસર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કપાળમાં ઇજા થવાથી બાળકનું મોત
SHARE
હળવદના કાવડિયા પાસે ટ્રક પાછળ આઇસર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કપાળમાં ઇજા થવાથી બાળકનું મોત
હળવદના કવડિયા ગામના પાટીયા નજીક ટ્રક ચાલકે તેનો ટ્રક કોઈપણ જાતની આડસ રાખ્યા વગર રોડ સાઈડમાં ઉભો રાખ્યો હતો જેથી તેની પાછળના ભાગમાં પહેલા ટેન્કર અથડાયું હતું ત્યારબાદ આઇસર અથડાયું હતું જેથી અકસ્માતના બનાવમાં યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી અને તેની સાથે બેઠેલ મૂળ રાજસ્થાની બાળકને કપાળે ગંભીર રીતે થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં ઇજા પામેલા યુવાનના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના કવાટ ગામના રહેવાસી અરજણભાઈ ઉર્ફે લાખાભાઈ ચોથાભાઈ સોબોડ (25)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 એઝેડ 8225 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા પાસે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક સિગ્નલ લાઇટ ચાલુ રાખ્યા વગર અને પાછળ કોઈપણ પ્રકારની આડસ રાખ્યા વગર ઉભો રાખ્યો હતો ત્યારે ટ્રક ટેન્કર નંબર જીજે 12 બીવી 9408 તેની પાછળના ભાગે અથડાયું હતું જો કે, તે બનાવમાં કોઈ જાનહાની થયેલ ન હતી ત્યારબાદ ફરિયાદીના ભાઈ જોગાભાઈ ચોથાભાઈ (30) આઇસર નંબર જીજે 8 એ ડબલ્યુ 5503 લઈને આવી રહ્યા હતા અને તે ટ્રકની પાછળના ભાગે અથડાતા અકસ્માત થયો હતો અને આઇસરમાં બેઠેલ ફરિયાદીના ભાઈને ડાબા પગમાં ફેક્ચર તથા પેટના ભાગે ઇજાઓ થઈ હતી જો કે, તેના આઇસરમાં બેઠેલ મોરબીથી બેઠેલ મૂળ રાજસ્થાનનો રહેવાસી પ્રવીણ ચંદાભાઇ માજીરાણા નામના 15 વર્ષના દિશા જઈ રહ્યો હતો તે બાળકને કપાળના ભાગે ગંભીર રીતે ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે