મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી નાલંદા વિદ્યાલય આયુષી રાજ્ય કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનારમાં તૃતિય સ્થાન વિજેતા


SHARE







મોરબી નાલંદા વિદ્યાલય આયુષી રાજ્ય કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનારમાં તૃતિય સ્થાન વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા નેશનલ સાયન્સ સેમીનાર 2024-25 નું આયોજન કરેલ હતું જેમાં જીલ્લાકક્ષાએ  નાલંદા વિદ્યાલય વિરપર મોરબીનાં બે પ્રોજેક્ટ્સ  વિજેતા થયેલ છે આ  વિજેતાઓ રાજ્ય કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનાર 2024-25 સાયન્સ સીટી અમદાવાદ ખાતે ભાગ લેવા ગયેલ હતા તેમાં  માકાસણા આયુષી જીતેન્દ્રભાઈ (ધો 10) શ્રી નાલંદા વિદ્યાલય વિરપર મોરબી  સમગ્ર  રાજ્યમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે તેને નાલંદા વિદ્યાલય મોરબી તેમજ મોરબી જીલ્લાનું નામ રોશન  કરેલ છે. આ સિધ્ધિ હાંસલ કરવા બદલ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાઆંબરીયાભાઈ તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી દિપેનભાઈ ભટ્ટ તથા એલ.એમ.ભટ્ટએ શુભેચ્છાઓ પાઠવી છે.




Latest News