મોરબીમાં આજે અધ્યયન મંડળ દ્વારા હિન્દુત્વ વિષય ઉપર કાર્યશાળા
મોરબી જીલ્લામાં બનતું બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ કયા વેચાતું તે દિશામાં ટંકારા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
SHARE
મોરબી જીલ્લામાં બનતું બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ કયા વેચાતું તે દિશામાં ટંકારા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ વખતે ટંકારા તાલુકાનાં લજાઈ પાસે ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લિકેટ પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ઓઇલ તેમજ અન્ય મુદામાલ મળીને 23.17 લાખનો મુદામાલ કબજે કરેલ છે અને બે શખ્સની ધરપકડ કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને આ શખ્સો એક કે બે નહીં પરંતુ લગભગ 13 થી વધુ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઓઇલ પેકિંગ કરતાં હતા તેવું સામે આવ્યું છે જેથી કરીને આ ડુપ્લિકેટ ઓઇલ તે ક્યાં વેંચતા હતા તે દિશામાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
અગાઉ મોરબી જીલ્લામાં નકલી દારૂ અને નકલી ટોલનાકા બાદ હવે નકલી ઓઇલ બનાવતી ફેક્ટરી પકડાયેલ છે ગઇકાલે એસએમસીની ટીમે રેડ ટંકારા તાલુકાનાં લજાઈથી હડમતીયા જવા માટેના રસ્તા ઉપરે મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસરિયામાં આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી અને એસએમસીની ટીમના એ.વી.પટેલ અને તેની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો કંપની જુદીજુદી 13 જેટલી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ ઓઇલનું પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એસએમસી ટીમે મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે. ગોકુલધામ સોસાયટી મોરબી અને અરુણ ગણેશભાઈ કુંડારીયા રહે. રવાપર રોડ સંકલ્પ એપાર્ટમેંટ મોરબી વાળાને ઝડપી લીધા હતા
પોલીસે સ્થળ ઉપરથી ડુપ્લિકેટ પેકીંગ કરવા ઉપયોગમાં લેવાતા એક એક લિટરના પ્લાસ્ટિકના ડબ્બા, નકલી ઓઈલના પેકીંગ ઉપર લગાવવાના સ્ટીકર, મશીન, મોટર, બેલ્ટ મશીન, વજનકાંટો, સીલિંગ મશીન, ઓઇલ ભરવા માટેનું મશીન, બેરલ, એક કાર, બે મોબાઈલ અને રોકડા 5200 તેમજ 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ આમ કુલ મળીને 23,17,040 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ શખ્સોની સામે બીએનએસની કલમ 106, 35 (2) (e) મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે જેથી કરીને પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે અને આ શખ્સો દ્વારા ડુપ્લિકેટ ઓઇલ કયા વેંચવામાં આવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.