વાંકાનેરમાં ડીવાયએસપીની હાજરીમાં બાઉન્ડ્રી એસો. સાથે બેઠક યોજાઇ
મોરબીમાં પી.એલ.એચ.એ દર્દીઓને ન્યુટ્રીશન કીટ: બાળકોને મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ
SHARE
મોરબીમાં પી.એલ.એચ.એ દર્દીઓને ન્યુટ્રીશન કીટ: બાળકોને મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ
મોરબી GMERS જનરલ હોસ્પિટલ ખાતે સુપ્રીડેન્ટ ડો. પી.કે. દુધરેજીયા, ડો. ધનસુખ અજાણા (ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસર)ના માર્ગદર્શન હેઠળ દિવાળી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ, બાળકોને દિવાળી નિમિતે ફટાકડા અને સીજનેબલ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ડો.પી.કે. દુધરેજીયા, દિશા પાડલિયા, ડો. અંકિતા.કે.કોટડીયા, મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશ બોપલિયા સહિતના હાજર રહ્યા હતા તથા તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ છે અને કુલ 150 રાશન કીટ તથા બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફટાકડાની કુલ 60 કીટ આપવામાં આવેલ હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન ફીલ્ડ કોડીનેટર રાજેશભાઈ કે. લાલવાણી સિવીલ હોસ્પિટલમાં સગૅભા બહેનો અને ઘાત્રીમાતા અને બારકો દ્વ્રારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ છે. અને સંપૂર્ણ રાશન કીટના દાતા મોરબી સિરામિક એસો. વેન્ટો સિરામિક ગૃપ, પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) વીઆરએ બ્રાન્ચ ફાઉન્ડર-અમદાવાદ હતા.