વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા
મોરબીના રાધન આશ્રમ-આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
SHARE









મોરબીના રાધન આશ્રમ-આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોરબીના આમરણ ગામે આજે નૂતન વર્ષ પર્વ પ્રસંગે રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી, સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નૂતન વર્ષ પર્વ પ્રસંગે મહાઆરતી અને અન્નકુટ દર્શન,સહિતના વિવિધ ધાર્મિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહા આરતી રામજી મંદિરના પૂજારી મુકેશભાઈ રામાનંદી સાધુ તથા જુગતરામ રામાનંદી સાધુ તેમજ તમામ ગ્રામજનોના સહયોગ દ્વારા કરવામાં આવી હતી. આ અન્નકુટ ભોગના દર્શન કરવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીબેન અને રતનબેન દ્વારા ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને ભાઈ બીજ નિમિત્તે મર્યાદિત સંખ્યામાં આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત ભાવેશ્વરીબેન, રતનબેન, મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
